Tuesday, 1 November 2011

જાતની ભાત જાતેજ પાડીને જાત વડે તું જીવ, 
મારો જ ચહેરો મારો જ વિશ્વાસ! હું સત્ય સૌંદર્ય ને શિવ; 
હું આત્મા ને હું જ પ્રાણ, 
હું ગીતાજ્ઞાન હું રામબાણ, 
હું વામન ને હું જ વિરાટ 
હું મંઝિલ પથિક ને હું જ વાટ; 
લઘુતામાં વસે પ્રભુતા મારી, 
પ્રભુતામાંયે લઘુતા મારી, 
હું વિશ્વસારથી સોમ; 
હું એક અનાદિ નિત્ય અગોચર, 
અલય અરૂપ સુર ઓમ! - અજ્ઞાત.

No comments:

Post a Comment