રુદ્રાક્ષનો મહિમા …
શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે …
‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે’
અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.
રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ. અક્ષ એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.
રુ એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા
દ્ર એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.
જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ,
ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે
તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં
રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન
શિવજીએ કહ્યું હતું,
‘હે કાર્તિકેય ! પૂર્વે ત્રિપુર
નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા
દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું
હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં
નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે
અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ
પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના
રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ
કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’
રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી
ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે.
રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ
પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ
પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવની આરાધનાનું પ્રતિક છે
રુદ્રાક્ષ. તે શિવજીનુ પ્રતિક હોવાને કારણે તેને વિવિધ સ્વરુપે ધારણ
કરવામાં આવે છે. પણ શું તમે કયારેય રુદ્રાક્ષના વૃક્ષ કે રુદ્રાક્ષની
ઉત્પતી વિશે જાણ્યુ છે. આ દુર્લભ વૃક્ષ અમદાવાદમાં માત્ર એક જ જગ્યાએ
આવેલુ છે તો જાણો આ રુદ્રાક્ષના વૃક્ષ વિશેની રોચક અને રહસ્યમય વાતો.
રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ
માનવામાં આવે છે. ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા
હતા. તેથી તેને મારવા બધા દેવોએ શિવજીને પ્રાર્થના કરી. શિવજીએ અઘોર નામના
મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન તેમણે નેત્રો બંધ
રાખ્યાં હતાં પછી જયારે નેત્રો ખોલ્યાં ત્યારે આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં
હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે
આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના
રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ
કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’
આગળ જાણો રુદ્રાક્ષના વૃક્ષની રોચક વાતો….
રુદ્રાક્ષના વૃક્ષ સામાન્ય રીતે
શિતપ્રદેશોમાં થાય છે. નેપાળ અને ભારતમાં હિમાચલ પ્રદેશમાં રુદ્રાક્ષના
ઉંચા તાડ જેવા વૃક્ષ થાય છે. મોટા શહેરોમાં પ્રદુષણ અને ગરમ વાતાવરણને
કારણે રુદ્રાક્ષના વૃક્ષ નથી થતા. રુદ્ગાક્ષના વૃક્ષના પાનને રુવાંટી હોય
છે જે સમયની સાથે આપમેળે ખરી જાય છે. આ વૃક્ષરુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય
છે. તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં
પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. તેના ફળમાં
પાંચ ખાનાં હોય છે, જેને પંચમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષની
એક વિશેષતા એ છે કે તે સો વર્ષ સુધી સડતા નથી.
રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ
સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત
૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર
વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં
રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ
સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન
અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે
છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ
તે સડતું નથી.
રુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે.
તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન
જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ
અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી
ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી
ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ
હોય છે.
શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ,
રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ
કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે
છે.
રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ,શા માટે તે કહેવાય છે શિવનુ પ્રતિક અને તેને ધારણ કરવાથી શું થાય છે ફાયદા.
શિવ પુરાણ અનુસાર શિવજીએ આ
સૃષ્ટિનુ નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યુ હતુ. આ જ કારણે દરેક યુગમાં
દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શિવજીનુ પૂજન શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય
છે. શિવજીનુ પ્રતિક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તના દરેક દુઃખ દુર
થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થઈ જાય છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે.
દરેકનુ અલગ-અલગ મહત્વ છે. મોટાભાગના રુદ્રાક્ષ ધારણ કરે છે. આ ધારણ કરવા
માટે ઘણા પ્રકારના નિયમ છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવા અંગે
સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા વિધિવત પૂજન
કરવુ જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતા તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષ
ઘણા પ્રકારના હોય છે.દરેકનુ અલગ-અલગ મહત્વ છે. મોટાભાગના રુદ્રાક્ષ ધારણ
કરે છે.આ ધારણ કરવા માટે ઘણા પ્રકારના નિયમછે.નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ
ધારણ કરવા અંગે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા
વિધિવત પૂજન કરવુ જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતા તે ધારણ કરી શકાય છે.
બજારમાં એક મુખી રુદ્રાક્ષ,
બેમુખી રુદ્રાક્ષ, ત્રણ મુખી રુદ્રાક્ષ, ચાર મુખી રુદ્રાક્ષ, પાંચ મુખી
રુદ્રાક્ષ સહિત અન્ય કોઈ પ્રકારે રુદ્રાક્ષ ઉપલબ્ધ છે. આ સંબંધમાં ધ્યાન
રાખવાની બાબત એ છે કે રુદ્રાક્ષ પણ બજારમાં મળે છે માટે આપણે નકલી
રુદ્રાક્ષ ધારણ કરવા છે. અસલી અને નકલી રુદ્રાક્ષની પરખ કોઈ જાણકાર
વ્યકિતથી કરી શકાય છે. જાણો કયો રુદ્રાક્ષ કયા મંત્ર સાથે ધારણ કરવો જોઈએ.
કોઈ પણ મહિનાના સુદ પક્ષની તેરસ, ચૌદશ અથવા પૂર્ણિમા. આ ત્રણ દિવસમાંથી
ગમે તે એક દિવસે પાંચમુખી રુદ્રાક્ષને શિવલિંગની પાસે રાખી રુદ્રાક્ષ, આકાર
અને રૂપ પ્રમાણે અલગ-અલગ પ્રભાવ અને ફળ આપે છે.
ધાર્મિક દ્રષ્ટિએ દરેક રુદ્રાક્ષ
પાપનાશક અને શનિની સાથે શક્તિને પણ ખુશ કરનારું માનવામાં આવે છે. પરંતુ
શાસ્ત્રોમાં રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે
જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર
તે શુભ ફળ આપવાની બદલે અદ્રશ્ય દોષ આપવા લાગે છે… -રુદ્રાક્ષને અભિમંત્રિત
અર્થાત્ શાસ્ત્રોમાં બતાવેલ દરેક રુદ્રાક્ષ માટે નક્કી કરેલ મંત્રોથી પૂજા
કર્યા પછી જ ધારણ કરવા જોઈએ.
પ્રકૃતિક રૂપે પરસ્પર જોડાયેલા બે
રુદ્રાક્ષોને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તેને શિવશક્તિનું
સ્વરૂપ માનવામાં આવે છે. જેના થકી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગૌરીશંકર રુદ્રાક્ષ દુર્લભ છે.
કોઈ જો એકમુખી રુદ્રાક્ષ ન મેળવી શકે તો તેના સ્થાને ગૌરીશંકર રુદ્રાક્ષનો
ઉપયોગ કરી શકાય છે. ઘરમાં,પૂજાસ્થાને કે તિજોરીમાં મંગલ કામનાની સિદ્ધિ
માટે તેને રાખવું લાભદાયી ગણાય છે.
આ રુદ્રાક્ષને સોમવારના દિવસે
શિવલિંગને સ્પર્શ કરાવીને ધારણ કરવું જોઈએ. ધારણ કરતી વખતે ‘ઓમ નમઃ
શિવાય‘નો જાપ કરવો જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસથી તેને ધારણ કરવાથી ભગવાન
શિવ અને શક્તિની કૃપા સદૈવ તેના પર વરસતી રહે છે.
એકથી ચૌદ મુખી રુદ્રાક્ષના ભિન્ન
ભિન્ન દેવતાઓ છે. તેને ધારણ કરવાથી વિભિન્ન પ્રકારના લાભ થાય છે. આ તમામ
રુદ્રાક્ષ ધારણ કરવા માટેના મંત્રોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. મોટે
ભાગે લોકો રુદ્રાક્ષને મંત્રોના ઉચ્ચારણ વગર ધારણ કરી લેતા હોય છે, પરંતુ
શાસ્ત્રીય વિધિથી રુદ્રાક્ષને અભિમંત્રિત કરીને ધારણ કરવામાં આવે તો તે
ઉત્તમ ગણાય છે. મંત્ર દ્વારા અભિમંત્રિત કરવાથી વિલક્ષણ શક્તિ પ્રાપ્ત થાય
છે.
રુદ્રાક્ષના દાણા, રુદ્રાક્ષની
માળા અથવા રત્નોને અભિમંત્રિત કરવા માટે સર્વોત્તમ રીત એ છે કે કોઈ યોગ્ય
પંડિત દ્વારા તેની વિધિ કરાવવામાં આવે. પરંતુ બધાને યોગ્ય પંડિત મળવા શક્ય
નથી. તેઓ નીચે દર્શાવેલા મંત્રોનું ઉચ્ચારણ કરીને રુદ્રાક્ષ ધારણ કરી શકે
છે.
૧. એકમુખી ૐ એં હં ઔં એં ૐ
૨. દ્વિમુખી ૐ ક્ષીં હીં ક્ષૌ વ્રી ૐ
૩. ત્રિમુખી ૐ રં ઇં હીં હ ૐ
૪. ચારમુખી વાં ક્રાં તાં હાં ઈં
૫. પાંચમુખી ૐ હાં આં ક્ષ્મ્યૈં સ્વાહા
૬. છમુખી ૐ હીં શ્રીં ક્લીં સૌં એં
૭. સાતમુખી ૐ હં ક્રીં હીં સૌં
૮. આઠમુખી ૐ હાં ગ્રી લં આં શ્રીં
૯. નવમુખી ૐ હીં વં યં લં રં
૧૦. દસમુખી ૐ ક્લી વ્રી ૐ
૧૧. અગિયારમુખી ૐ રું ક્ષૂં મૂં યૂં ઔ
૧૨. બારમુખી ૐ હીં ક્ષૌં ધૃણિઃ શ્રી
૧૩. તેરમુખી ૐ ઈ યાં આપઃ ૐ
૧૪. ચૌદમુખી ૐ ઔં હસ્ફ્રેં ખબ્કે હસખ્કેં
ઋષિમુનિઓએ
સુતપુરાણી મહારાજને પ્રશ્ન કર્યો કે, કેટલા રુદ્રાક્ષ શરીર પર ધારણ કરવા
તે વિસ્તારથી સમજાવો. જવાબમાં સુતપુરાણી મહારાજે કહ્યું,
* ગળા માટે ૩૨ મણકાની માળા ધારણ કરવી.
* કાન માટે ૬ રુદ્રાક્ષના મણકાનું કુંડળ બનાવી માળા ધારણ કરવી.* મસ્તક માટે ૪૦ રુદ્રાક્ષના મણકાની માળા બનાવી ધારણ કરવી.
* બાજુમાં ૧૨ રુદ્રાક્ષના મણકાની માળા ધારણ કરવી.
ધારો કે આ બધી જગ્યાએ ધારણ ન કરી શકીએ તો ૧૦૮ મણકાની માળા બનાવી ગળામાં ધારણ કરવી.
મૃત્યુ
સમયે કદાચ ગંગાજળ પ્રાપ્ત ન થાય તો રુદ્રાક્ષ મુખમાં મૂકવાથી પણ
જીવાત્માની સદ્ગતિ થાય છે. જેટલું ગંગાજળનુ મહત્ત્વ છે તેટલું જ
રુદ્રાક્ષનું મહત્ત્વ છે.
રુદ્રાક્ષ, આકાર અને રૂપ પ્રમાણે
અલગ-અલગ પ્રભાવ અને ફળ આપે છે. ધાર્મિક દ્રષ્ટિએ દરેક રુદ્રાક્ષ પાપનાશક
અને શનિની સાથે શક્તિને પણ ખુશ કરનારું માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં
રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે જોડાયેલી
કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર તે શુભ ફળ
આપવાની બદલે અદ્રશ્ય દોષ આપવા લાગે છે. રુદ્રાક્ષને અભિમંત્રિત અર્થાત્
શાસ્ત્રોમાં બતાવેલ દરેક રુદ્રાક્ષ માટે નક્કી કરેલ મંત્રોથી પૂજા કર્યા
પછી જ ધારણ કરવા જોઈએ.
રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેની વિધિ-વિધાનથી પૂજા ખૂબ જ જરૂરી છે. એમ ન કરવાથી તેનું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું.
રુદ્રાક્ષના પ્રકારો …
ગૌરી-શંકર રુદ્રાક્ષ =
કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે.તે પ્રેમ,
આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ પત્નિ અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.
એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ=
ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય
છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને
સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર
રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી
અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે. આ રુદ્રાક્ષ સૂર્યનું પ્રતીક છે.
ધ્યાન, યોગ કરનારા, પ્રગતિ પ્રાપ્ત કરનારા લોકો માટે ખૂબ જ ફળદાયી છે.
સૂર્યના દુષ્પ્રભાવોને દૂર કરવા માટે તે પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ યશ અને
કિર્તી અપાવે છે.
બે મુખી રુદ્રાક્ષ =
આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમરૂધ્ધી વધારનાર
અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે. તથા
મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. આ રુદ્રાક્ષ
અર્ધનારીશ્વરનું પ્રતીક છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં આત્મીયતા લાવે છે.
પારિવારિક સુખ અપાવે છે અને ચદ્રાના દુષ્પ્રભાવોને દૂર કરે છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ =
અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર તથા તાવ
જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
નિર્ભયતા અને સાહસનું તત્વ વ્યક્તિત્વમાં લાવે છે. તેને પહેરવાથી હીન
ભાવનાઓથી મુક્તિ મળે છે, કોઈપણ મંગળદોષ હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે.
સારા સ્વાસ્થ માટે પણ સારું, જૂના પાપોનું પણ શમન કરે છે.
ચાર મુખી રુદ્રાક્ષ =
બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રદાન કરનાર
છે. પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દુર કરનાર
મનાય છે. વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ. બુદ્ધિમાં વિકાસ અને સ્મરણશક્તિ
તંદુરસ્ત કરે છે. વૈજ્ઞાનિક કલાકારો અને લેખકોએ તેને ધારણ કરવાથી ખૂબ જ લાભ
થાય છે. માનસિક રોગમાં સહાયક અને બુધના દોષોને દૂર કરે છે.
પંચમુખી રુદ્રાક્ષ =
આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે.
ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી
રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો
અનુભવ કરાવે છે. તે પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે.
માનસિક સ્વાસ્થ સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી બચાવે છે. જપ-તપમાં
સૌથી વધુ તેનો પ્રયોગ આ રુદ્રાક્ષનો કરવામાં આવે છે.
છ મુખી રુદ્રાક્ષ =
સન્મુખનાથ અથવા કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને
બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં
લાભકારી અને શૂક્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. છ મુખી રુદ્રાક્ષ,
વિદ્યા તથા જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવે છે. તે બાળકોમાં ધ્યાન અને
હોશિયારી વધારે છે. તે માનસિક કાર્ય કરનારા લોકો માટે ખૂબ જ સારું માનવામાં
આવે છે, જેમ કે શિક્ષક વર્ગ, વેપારી, પત્રકાર, લેખક, સંપાદક,
આરુદ્રાક્ષનું સંચાલક ગ્રહ શુક્ર છે.
સાત મુખી રુદ્રાક્ષ =
અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી
વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. જો તમે પોતાના ધનને
વધારવા માગતા હોવ તો તેને પહેરો. તે શનિદોષને શાંત કરે છે. જો તમને વાત
વ્યાધિ, જોડોનું દર્દ સંબંધી પરેશાનીઓ હોય, તો પણ તે કારગર રહે છે. આ
રુદ્રાક્ષને રોકડા રૂપિયાની પેટીમાં રાખવામાં આવે છે.
આઠ મુખી રુદ્રાક્ષ =
ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે.
રાહુ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ગણેશજીની કૃપાવાળુ આ રુદ્રાક્ષ
કોઈપણ પ્રકારના નવા કામ માટે સારું રહે છે. તે રાહુના દુષ્પ્રભાવો સામે
રક્ષા કરે છે. ફેફસા સાથે સંબંધિત વિકાર, ત્વચા રોગ, કાળસર્પ દોષ અને
ઈર્ષાના દુષ્પ્રભાવોથી મુક્ત કરે છે.
નવ મુખી રુદ્રાક્ષ =
ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર
સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. તેને પહેરવાથી આત્મબળ વધે છે. સહનશક્તિ,
શૌર્ય અને સાહસ વધે છે. નામ અને યશ ચારેય તરફ ફેલાય છે. ભક્તિ ભાવ વધે છે.
પેટસંબંધી રોગ અને શારીરિક પીડાને દૂર કરે છે. કાળસર્પના દોષને દૂર કરવામાં
સહાયક છે.
દશ મુખી રુદ્રાક્ષ =
જનાર્દન(વિષ્ણુ)સ્વરૂપ અને બૂધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. તે ગ્રહ
નવગ્રહ શાંતિ માટે સારું છે. વાસ્તુદોષ તથા વ્યક્તિની કુંડળીમાં સ્થિત બધા
દોષોનું નિવારણ આ ગ્રહથી કરી શકાય છે. તે પહેરવાથી ખરાબ નજર, જાદુ ટોણાથી
બચી શકાય છે. ઉચ્ચ પદાધિકારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે લાભદાયી છે.
અગીયાર મુખી રુદ્રાક્ષ = રુદ્ર
સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. હનુમાનજીની
શક્તિનું પ્રતીક છે આ રુદ્રાક્ષ. વ્યક્તિમાં બળ અને સાહસ વધારે છે.
વ્યક્તિમાં વાકકુશળતા તથા આત્મવિશ્વાસને વધારીને પ્રસિદ્ધિ અપાવે છે. બધા
પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે.
બાર મુખી રુદ્રાક્ષ =
આદિત્ય(સૂર્ય)સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ધારણ
કરનારને શત્રુઓ થી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ,
હ્રદય,લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે. આ રુદ્રાક્ષ નેતૃત્વ અને
શાસકીય ક્ષમતામાં વધારો કરે છે. મંત્રી, ઉદ્યોગપતિ કે એવા લોકો જે યશ
ઈચ્છતા હોય તેમને આ રુદ્રાક્ષ જરૂર પહેરવું જોઈએ. નેત્ર અને હૃદયરોગ માટે
તે લાભદાયી છે. તેને પહેરવાથી યશ અને કીર્તી વધે છે.
તેર મુખી =
કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફો થી રક્ષણ
કરનાર મનાય છે. આ રુદ્રાક્ષના નિયંત્રક દેવતા ઈન્દ્ર, વિષ્ણુ અને કામદેવ
માનવામાં આવે છે. તેને ધારણકરવાથી ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તેને
પહેરવાથી પ્રમોશન ઝડપથી મળે છે. તે મુકી રુદ્રાક્ષ વ્યક્તિની દરેક પ્રકારની
કામનાને પૂરી કરે છે. આ રુદ્રાક્ષ યૌન શક્તિનું પ્રદાતા છે.
ચૌદ મુખી =
શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે.
શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખુબ જ લાભદાયક છે. તેને દેવમણી
કહે છે. અત્યંત દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ
જાય છે. તેનાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું જ્ઞાન મળે છે. તેને પહેરવાથી
સમસ્ત સંકટ, હાની, રોગ વગેરેનું શમન થઈ જાય છે. કોઈની કુંડળીમાં શનિદોષ
હોયતો તેનાથી પણ તે દૂર થાય છે. શેરબજારના વેપારીઓ માટે તે લાભકારી છે.
પંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.
પંદર મુખી રુદ્રાક્ષ = તે
આત્મજ્ઞાન, યોગસાધના, ધ્યાન તથા ધનસંપદા અપાવે છે, તેમાં 14 મુખી
રુદ્રાત્રોના તમામ ગુણ સામેલ હોય છે. ધન, સંપત્તિ તથા યશનો અતિરક્ત લાભ છે.
સોળ મુખી રુદ્રાક્ષ =
વિજય અને કીર્તી અપાવનાર આ રુદ્રાક્ષ દુશ્મનો, ચોરી તથા અપહરણકર્તાઓથી
બચાવે છે. ભગવાન શ્રીરામની કૃપાથી ઓતપ્રોત આ રુદ્રાક્ષ અત્યંત શક્તિશાળી
છે. દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે આ શ્રેષ્ઠ છે. પ્રિયજનો સાથે બિછડી જવાનો
ભય અને લગ્ન પહેલાની ચિંતાઓને દૂર કરે છે.
સતર મુખી રુદ્રાક્ષ =
તેને વિશ્વકર્મા રુદ્રાક્ષ કહે છે. તે દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી
અચાનક ધન-સંપત્તિ મળવાના યોગ બને છે. આ રુદ્રાક્ષ માત્ર લકી લોકોને જ મળે
છે. જે લોકો નવા ઉદ્યોગો કે નિર્માણમાં જવા માગે છે તેમની માટે તે અતિ
ઉત્તમ છે.
અઢાર મુખી =
તેને ભૂમિ રુદ્રાક્ષ પણ કહે છે. તેને પહેરવાથી કોઈ નવું કામ, નવો
પ્રોજેક્ટ, નવું કાર્ય તથા મોટા પ્રોજેક્ટ મળે છે. તે સ્ત્રીઓને પ્રસવ
પહેલા પ્રજનન દોષોથી બચાવે છે. બાળકોના અનેક પ્રકારના રોગોથી રક્ષણ કરે છે.
ઓગણીશ મુખી રુદ્રાક્ષ =
આ નારાયણ રુદ્રાક્ષ કહેવાય છે. વેપાર, રાજનીતિ અને નેતૃત્વના ગુણો વધારે
છે. બધા પ્રકારના ભય અને તણાવને દૂર કરે છે. કોઈપણ સારું કામ કરતી વખતે
તેને પહેરવાથી લાભ મળે છે. દુશ્મનોની કુદ્રષ્ટિ અને ઈર્ષાથી પણ રક્ષણ કરે
છે.
વીશ મુખી રુદ્રાક્ષ =
તે બ્રહ્મા રુદ્રાક્ષ છે. તે માનસિક શાંતિ માટે જરૂરી છે. તર્ક શક્તિ,
સંભાષણ, વાદ વિવાદ માટે તે પહેરવું જોઈએ. આ રુદ્રાક્ષ ખૂબ જ મુશ્કેલીઓ પછી
પ્રાપ્ત થાય છે. જો કોઈને પણ તે મળી જાય તો ખૂબ જ સન્માનની સાથે પહેરવું
જોઈએ.
એકવીશ મુખી રુદ્રાક્ષ =
કુબેર(ધન સંપતિ ના દેવ)સ્વરૂપ અને ધારણ કરનારને અદભૂત આર્થીકલાભ કરાવનાર
મનાય છે. તે કુબેર રુદ્રાક્ષના નામથી ઓળખાય છે. વિશ્વનું એવું કોઈ સુખ નથી
જે આ રુદ્રાક્ષ પહેર્યા પછી ન મળે. તે પહેરનારને પૂર્ણ વિજેતા કહેવાય છે. આ
રુદ્રાક્ષને પહેરવાથી બધી ઋણાત્મકતા દૂર થઈ જાય છે. તેને પહેરવાથી બધી
ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે.
રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ …
૧.
પ્રત્યેક રુદ્રાક્ષને સોમવારના દિવસે પ્રાતઃવિધિ પતાવીને શિવમંદિર અથવા
ઘરના પવિત્ર સ્થળે બેસીને ગંગાજળ અને દૂધથી ધોઈ ઉપર્યુક્ત મંત્રોનો જાપ
કરીને ધારણ કરવું.
૨. રુદ્રાક્ષને લાલ, કાળા અને સફેદ દોરા અથવા સોના કે ચાંદીની ચેઈનમાં પરોવીને ધારણ કરવું.
૩.
જો કોઈ વ્યક્તિ ઉપર જણાવેલા મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ ન કરી શકે તો તે
પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય)નો જાપ કરીને રુદ્રાક્ષ પર બિલિપત્રથી ૧૦૮ વાર
ગંગાજળ છાંટીને ધારણ કરી શકે છે.
૪. અભિમંત્રિત કરીને ધારણ કરેલા રુદ્રાક્ષને એક વર્ષ પછી ફરી અભિમંત્રિત કરવું.
-રુદ્રાક્ષ ધારણ કરનારાએ દારુ, નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
-માંસાહાર છોડી દેવો જોઈએ.
-લસણ, ડુંગળી સહિત તમામ તામસી ખોરાક છોડી દેવો જોઈએ.
-માનસિક પવિત્રતા માટે ગંદા સાહિત્ય, વાતો કે વિચારોથી દૂર રહેવું જોઈએ.
No comments:
Post a Comment