કરો કૈલાસ-માનસરોવરની તસવીરી યાત્રા, માત્ર એક ક્લિકમાં
કૈલાશ એટલે જ્યાં જગતના માતા પિતા ઉમા-મહેશ્વરના બેસણા છે એવું કહેવામાં આવે છે. માનસરોવર એટલે મનને પાવન કરનાર પવિત્ર યાત્રા ધામ.
સરકાર જ્યારે જાહેરાત કરે છે માનસરોવર યાત્રાની ત્યારે ભાગ્યમાં આવા અદ્ભૂત ઈશ્વરીય રૂપને સાક્ષાત્ નિહાળવાનું જેનું સદ્ભાગ્ય હોય છે તેનો વારો આવે છે.
તમે આ ફોટાઓ જોઈ અને બોલી ઉઠશો કે ન માત્ર કૈલાસ પર્વત કે માનસરોવર પણ તેના રસ્તાના કણ-કણ પણ ઈશ્વરીય તત્વના સંદેશકો છે તેના ફોટા જોઈને પણ ત્યાં રહી જવાનું મન થાય તેવા અદ્ભૂત પ્રાકૃતિક રૂપમાં ઈશ્વરનો વાસ ત્યાં આપણને અનુભૂત કરાવે છે.
અમારા વાંચક રજનીકાંતભાઈ ભટ્ટ (ઉના)ના કેમેરામાં કેદ થયેલી આ તસવીરો છે.